બગસરામાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક પત્ની પર તેના જ પતિએ ઘાતક હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કાજલબેન જગદીશભાઇ ડાભીએ પતિ જગદીશભાઇ કાળુભાઇ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે,જ્યારે તે ઘરે હાજર હતી, ત્યારે તેના પતિએ અચાનક ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી શરૂ કરી હતી. પતિએ આજે તો તને મારી જ નાખવી છે તેમ કહી ઘરમાં પડેલી કાતર વડે ર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ પણ આરોપીએ પત્નીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ એચ મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.