બગસરા સ્થિત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ પ્રેરિત ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવી રહી છે. ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, શનિવારે એક પ્રાકૃતિક મોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરના સંત વિવેક સ્વામી, પ્રફુલ્લભાઈ સેંજળિયા, કુલદિપભાઈ દિક્ષિત, શહેરના અગ્રણીઓ, ખેડૂતો અને મહિલા મંડળની બહેનોની ઉપસ્થિતિમાં આ મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.