બગસરામાં એક દુકાનનું શટર ઉંચકાવી રૂ. ૭૫ હજારની ચોરી કરવામાં આવી હતી.મુનીરભાઇ મહમદહુસેન ત્રવાડી (ઉ.વ.૬૦) એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પ્રોવિઝન સ્ટોરનું કોઇ અજાણ્યા ચોર ઇસમે બે શટરો પૈકી ડાબી બાજુના શટરના બન્ને તાળા તોડી શટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ દુકાનના કાઉન્ટરના ખાનામાં કરિયાણાના વેપાર વકરાના રૂપિયા અલગ અલગ ખાનામાં તેમજ પતરાની
આભાર – નિહારીકા રવિયા નાની પેટીઓમાં રાખ્યા હતા તે તમામ મળી કુલ રૂ.૭૫,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.








































