બગસરાના ડીજી. મેજી. દ્વારા આરોપી મહિપત ઉર્ફે માણસુર ઉર્ફે મોટો બીડુ નનકુભાઇ કહોર, (રહે.બગસરા)ને તા.૦૩/૦૬/૨૦૨૫થી ત્રણ માસ સુધી અમરેલી જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ આ તડીપાર ઇસમ કોઈપણ જાતની લેખિત મંજૂરી સિવાય અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી, તડીપાર હુકમનો ભંગ કરેલ હોવાથી તેની વિરુદ્ધ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ કાર્યવાહી કરીને તેને પકડવામાં આવેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.