બગસરા જિનપરા વિસ્તારમાં વોંકળાના કાંઠે ગટરનો પાઇપ તૂટી જતા ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. નગરપાલિકાને લેખિત તથા મૌખિક અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. વોંકળાના કાંઠે સંરક્ષણ દિવાલ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં હાલ ઘણા સમયથી નગરપાલિકાની ગટરનો પાઇપ તૂટી જતા સમગ્ર શહેરની ગટરનું પાણી જીનપરા વોંકળા વિસ્તારમાં પસાર થાય છે જેના લીધે ત્યાંના લોકો આ ગટરના પાણીની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયા છે. દિવાલના અભાવે અનેક વખત ઘરોમાં પાણી ઘૂસી જવા તેમજ ઘણા સમયથી સફાઈના આભાવે અનેક જીવજંતુઓનો પણ વસવાટ થઈ ગયો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.