આગામી તારીખ ૭ એપ્રિલ, ૨૦૨૪નાં રોજ ઉદયનભાઈ દોશી અમદાવાદનાં આર્થિક સહયોગથી ગો.વા. રેખાબેન ઉદયનભાઈ દોશી અમદાવાદની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શિવબાબા માનવસેવા પરિવાર દ્વારા વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંખના રોગો જેવા કે મોતિયો, જામર, વેલ, પરવાળા, ત્રાસી આંખ, આંખોની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાંત ડોક્ટર દ્વારા કરવામાં આવશે. જરૂરિયાતમંદ મોતિયાનાં દર્દીનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને સ્થળ ઉપર આંખના નંબરની તપાસ કરી રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવશે. સાથે જ આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન ગોળ હોસ્પિટલ અમરેલી સંચાલિત આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે. રવિવારે સવારે ૮ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી બાળ કેળવણી મંદિર પોલીસ સ્ટેશન પાસે બગસરા કેમ્પમાં વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લેવા આ કેમ્પના કોર્ડીનેટર પંકજભાઈ ગાંગડીયા મોબાઈલ ૯૩ર૭૫ ર૬૬૯૯ નો સંપર્ક કરવા વિનંતી છે.