અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળોએ દરોડા પાડીને ૧૩ જુગારીને ૮૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બગસરા ટાઉનમાં ગંજીવાડ વિસ્તારમાં બટુકભાઈ ભીખાભાઈ હડીયાલના મકાનમાંથી રજાકભાઇ ઉમરભાઇ મોર, ઇનાયત જમાલભાઇ સરવૈયા, જયમીન નાથાભાઇ ડાભી, અંકિતભાઇ રસીતભાઇ ત્રવાડી, હિરેનભાઇ નાનજીભાઇ ચાવડા, નિતિનભાઇ કેશુભાઇ બઢીયા હારજીતનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૭૫,૫૨૦ સાથે ઝડપાયા હતા. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.જે. બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે. બાબરાના ખંભાળા ગામે સહકારી મંડળીના પાછળના ભાગેથી ધુડાભાઇ લીંબાભાઇ મેર, ભુપતભાઇ દેવકુભાઇ ધાધલ, ઓઢાભાઇ જગુભાઇ ખાચર, શંભુભાઇ પ્રેમજીભાઇ કાગડ, રમેશભાઇ પરશોતમભાઇ વાટુકીયા, વીઠ્ઠલભાઇ આંબાભાઇ મેસીયા, કનુભાઇ ઓધડભાઇ ધાધલ જાહેરમાં હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૧૦,૫૮૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.