બગસરાના સેવાભાવીઓ દીપકભાઈ પંડ્‌યા અને મયુર પંડ્‌યા છેલ્લા ૧૫ વર્ષથી અસ્થિઓ એકત્રિત કરી હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવાનું નિઃસ્વાર્થ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. બગસરામાં સ્વજનોના હસ્તે અસ્થિઓનું પૂજન કર્યા બાદ તમામ અસ્થિઓ હરિદ્વાર ખાતે લાવવામાં આવ્યા હતા. આ અસ્થિઓનું ગંગા નદીના કિનારે ભૂદેવ દ્વારા વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરી ૨૦૦ થી વધુ અસ્થિઓનું પિંડદાન કરી ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાધુઓને ભોજન કરાવી પુણ્યદાન કર્યું હતું.