બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલી શાળા નંબર ૪ ના વિદ્યાર્થીઓએ ‘બેગલેસ ડે’ની અનોખી રીતે ઉજવણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આગામી સત્રમાં ચાર શનિવાર ‘બેગલેસ ડે’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાતા, આ શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણી અંતર્ગત, બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના પ્રાથમિક વિભાગના બાળકોએ મુંજીયાસર સિંચાઈ યોજના ખાતે આવેલી નર્સરીની મુલાકાત લીધી હતી જ્યારે, ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ વ્યવસાયિક સજ્જતા પ્રાપ્ત થાય તે હેતુથી આદપુર ગામે આવેલા સ્વરા અગરબત્તીના ગૃહ ઉદ્યોગની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે, શિક્ષકો દ્વારા વન વિભાગ તેમજ ગૃહ ઉદ્યોગ સંસ્થાના હિતેશભાઈ કુબાવતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.