બગસરામાં જેતપુર રોડ પરની શાળા નંબર ૪ના તમામ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને અમદાવાદના ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં શરીરના રક્ષણ માટે ઉત્તરાયણ નિમિત્તે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના શેઠ ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ, રિલિજિયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગીરીશભાઈ પારેખ દ્વારા તેમના માતા યમુનાબેન સી. પારેખના સ્મરણાર્થે તમામ વિદ્યાર્થીઓને ઉત્તરાયણના દિવસે આ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને ઉત્તરાયણમાં ઉજાણી કરવાના હેતુથી તલની બનાવેલી મીઠાઈ પણ આપવામાં આવી હતી.