બગસરામાં આવેલી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસે વિદ્યાર્થીઓ ‘ગુરુદેવો ભવઃ’ ના પોસ્ટર સાથે આવ્યા હતા. નિબંધ લેખનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વિનોદ જેઠવાએ ગુરુનો મહિમા સમજાવ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ દીપાબેને કરી હતી.