બગસરાના હામાપુર ગામે મકાન મુદ્દે કુટુંબીજનોમાં થયેલો ડખો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. દિલીપભાઈ મગનભાઈ પડસુંદા (ઉ.વ.૩૬)એ પ્રતાપભાઈ મગનભાઈ પડસુંદા, બાવકુભાઈ મગનભાઈ પડસુંદા, મગનભાઈ પડસુંદા તથા રાજુભાઈ મગનભાઈ પડસુંદા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ મકાન બનાવતા હોવાથી આરોપીઓને સારું નહોતું લાગ્યું. જેનો ખાર રાખી લોખંડના પાઈપ અને લાકડાના બડીયાથી તેમને માર માર્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.