અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે બગસરાના માથાભારે શખ્સ કપીલ મજબુતભાઇ જેબલીયાને પાસા હેઠળ જેલભેગો કરાયો છે. શરીર સંબંધી ગુનાઓ અને ભયનું સામ્રાજ્ય ફેલાવતા આ ઇસમ વિરુદ્ધ બગસરા પોલીસ અને ન્ઝ્રમ્ દ્વારા પુરાવા એકઠા કરી દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે પાસા વોરંટ ઇસ્યુ કરતા, પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.








































