બગસરાના રફાળા ગામે મહિલાએ મહિલા પર બેટથી હુમલો કર્યો હતો. ચંપાબેન મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫)એ કાજલબેન જીલાભાઇ ચૌહાણ, ભીખાભાઇ મેઘાભાઇ ચૌહાણ તથા જીલાભાઇ ભીખાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ઘરે બોલતા હતા અને આ કામના આરોપીઓને ઉંધુ સમજાતા કાજલબેન ચૌહાણ હાથમાં બેટ લઇને આવ્યા હતા. તેમજ અન્ય બંને આરોપીઓ લાકડીઓ લઇ આવ્યા હતા. તેમના શરીરે મુંઢ માર મારી જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એસ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.










































