બગસરા શહેરમાં આવેલ બગેશ્વર મહાદેવ મંદિર જે આશરે ૭૨૫ વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં સનાતન ગ્રુપ દ્વારા પ્રથમ વખત મહાપૂજા અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મહાદેવને રોજ અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા બગેશ્વર મહાદેવ મંદિર ક્યારથી બન્યું તેનો પણ ઇતિહાસ કહેવામાં આવ્યો હતો. જેમાં બગદાલમ ઋષિએ ૭૮ રામા અવતાર જોયેલ છે તેવાં ઋષિએ બગસરાની ધરતી પણ ઘણા વર્ષો સુધી તપ કર્યું ત્યારે ભગવાન સ્વયંભુ પ્રગટ થયા હતા ત્યારથી આ શહેરનું નામ બગદાલમ પડ્યું હતું તેમાંથી હવે બગસરા તરીકે જાણીતું થયું છે. સનાતન ગ્રુપ દ્વારા આ સ્વયંભુ મહાદેવના મંદિરમાં પ્રથમ વખત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૭ સમુદ્ર અને કૈલાશ માનસરોવરના જળથી આખો માસ અભિષેક કરવામાં આવશે તેમજ આખો માસ હવન પણ કરવામાં આવશે તો આ ભવ્ય આયોજનનો લાભ સૌ ભક્તો લે તેવો સનાતન ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર મંદિર પરિસર હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યુ હતું.