બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામે ગ્રામજનોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંદાજિત રૂ.૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન ગ્રામ પંચાયત ભવનનું ભવ્ય ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ભાખર, સરપંચ પરસોતમભાઈ વઘાસિયા, તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ ધોરાજીયા તેમજ પૂર્વ સરપંચ મનસુખભાઈ ક્યાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી નવીન વિકાસ કાર્યને વધાવ્યું હતું. આ ભવન બનવાથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી વધુ વેગવંતી અને સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.









































