બગસરાના જામકા ગામે મંગળસૂત્ર, રોકડા ૬૦ હજાર મળી કુલ ૯૦ હજારની ચોરી થઈ હતી. બનાવ અંગે રમેશભાઈ ડાયાભાઈ માયાણી (ઉ.વ.૫૯)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના રહેણાંક મકાને મેઇન ડેલા પાસે આવેલ દીવાલ કૂદીને મકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમજ પૂર્વ બાજુના રૂમના દરવાજાનો નકુચો તોડી રૂમની અંદર ગેરકાયદે પ્રવેશ કરી કબાટની અંદરથી નાના ખાનામાં રહેલ એક સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, તથા રૂ.૬૦,૦૦૦ ની રૂ. ૫૦ ના દરની તેમજ રૂ.૧૦૦ દરની ભારતીય ચલણી નોટો મળી રૂ.૯૦,૦૦૦ ની મત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.વી. સુરૂ વધુ તપાસ કરી રહ્યા છે.








































