બગસરાના હર્ષ વિપુલભાઈ ગોહિલની ITBPમાં પસંદગી થતા દેશસેવામાં જવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. હર્ષ ગોહિલને કેરળ બટાલિયનમાંથી છત્તીસગઢ પોસ્ટિંગ મળેલ છે, આવતીકાલે પોતાની ફરજ પર જવા રવાના થશે.તેમની દેશસેવા અર્થેની વિદાય પૂર્વે, રાજગોર સમાજના અગ્રણીઓએ માઘ નક્ષત્રના સોમનાથ શિવ મહાપર્વ નિમિત્તે તેમને સોમનાથ મહાદેવની છબી અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.