બગસરાના બાળકેળવણી મંદિરની ભગીની સંસ્થા, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોટા માંડવડા ગામે આઠમું મેડીકલ સાધન સેવા સહાય સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ છે. બગસરા તાલુકાના જુના ઝાઝરીયા, જુની હળિયાદ, હામાપુર, હડાળા, સાપર, નાઝાપુર અને મોટા લીલીયા તાલુકાના ઈંગોરાળા ગામે દડિયા પરિવારના સહયોગથી આરોગ્ય સેવા ચાલી રહી છે.કિશોરભાઈના સ્નેહી અને બગસરાના વતની અમેરિકા નિવાસી અનીલભાઈ અને દિનેશભાઈ દડીયાના આર્થિક સહયોગથી, માતુશ્રી કંચનબેન ખીમચંદભાઈ દડિયાના સ્મરણાર્થે, રામબાપુ રસોઈઘર મોટા માંડવડા ગામે, સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક નૂતન મેડીકલ સાધન સહાય સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલ છે. સમસ્ત ગામજનોએ દડિયા પરિવારની સેવાને બીરદાવી હતી, તેમ કમલેશભાઈ ટીબડિયા, કાળુભાઈ કસવાળા અને પ્રવીણભાઈ પોકળની અખબાર યાદીમાં જણાવેલ છે.









































