રાજ્ય સરકાર દ્વારા અમરેલી એસટી ડિવિઝન ને ૬ સુપર ડિલક્સ બસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે તેમાંથી એક બસ બગસરા ડેપોને પણ આપવામાં આવી છે જેથી બગસરા ડેપો દ્વારા બગસરાથી માતાના મઢ બસ શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યએ આ અંગે જણાવ્યું હતું કે મુસાફરોની સગવડતા માટે રાજ્ય સરકાર દ્વારા નવી બસ ફાળવવામાં આવી છે ત્યારે બગસરા શહેરની વર્ષો જૂની માંગણી છે કે બગસરાથી માતાના મઢ વાયા રાજકોટ મોરબી શરૂ કરવામાં આવે તો મુસાફરોને ફાયદો થાય તેમ છે. આમ ધારાસભ્યની રજૂઆત બાદ બગસરાથી માતાના મઢ બસ શરૂ થશે કે કેમ તે જોવાનું રહ્યું.