બંસી આનંદમાં હતી. ખેતરે જવાની રજા મળતા તેનું રોમ-રોમ પુલકિત થઈ રહ્યુ હતું. પછી ઝડપથી તે રસોઈ ઘરમાં પહોંચી. છાશથી છલોછલ ભરેલું દેગડુ તેણે બે હાથ વતી ઉપાડયું. માથા પર ઈંઢોણી મૂકી તેના પર દેગડુ ચડાવ્યું. પછી ચાલીને તે ડેલામાંથી બહાર નીકળી. ઉતાવળે પગ ઉપાડતી…..ખેતરની વાટ પકડી.
સાંકડી કેડીમાં બંસીએ પ્રવેશ કર્યો. ચાલતા ચાલતા વિચારોનું ઘમાસાણ યુધ્ધ તેના મગજમાં ચાલી રહ્યું હતું. બે-ચાર નાડાવા ચાલી હશે ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ કાને અથડાયો. એ સાથે જ ડોક પાછળ ફેરવી કંઈક અનેરી આતુરતાથી ભરપૂર સ્નેહભરી આંખે તે દૂર સુધી જાતી રહી. નમણી નાજુક ઉઘડતી ગુલાબની કળી જેવી આ યૌવના, માથે છાશ ભરેલી દેગ ને પૂતળાની જેમ સ્થિર નજરે જાણે કે કોઈની રાહ જાતી નજરું. એવું આ દ્રશ્ય…અત્યારની બંસીની દશાનું હતું. જા કોઈ ફોટોગ્રાફર હાજર હોત અને અત્યારનું આ દ્રશ્ય, કોડ ભરેલી કન્યાનું રૂપકડું દ્રશ્ય કેમેરામાં ક્લિક કરી કંડારે……ને પછી એ દ્રશ્યને પ્રતિયોગિતામાં મૂકે તો…આ દ્રશ્યને, આ તસવીરને પ્રથમ ઈનામ પ્રાપ્ત થાય જ! શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ પડે જ.
ખેર…! બંસીએ ડોક મરડી પાછળ નજર કરી પણ કંઈ દેખાયું નહી. દૂર ધૂળની ડમરી નજરે ચડી. માની લીધું કે અભય માર-માર કરતો આવે છે. એટલે તે કેડીની એક તરફ સરકી….લપાઈ ગઈ અત્યારની આ વેળા એટલે પિયુની રાહ! બંસી જયા એક તરફ જઈને લપાઈ ગઈ હતી ત્યાં જ તદ્દન તેની નજીક જ દર્શને તેનો ઘોડો ઉભો રાખ્યો ત્યારે મોં ખુલ્લુ રહી ગયેલું ને તેની માદક, પ્યાસી નજર દર્શનના ચહેરા પર એમને એમ ચીપકી જ રહી…..કયાંય સુધી. આ તે કેવી નજર..કેવી ઈષ્ટ!
‘‘શું જુએ છે….બંસી?’’ આવી સ્થિતિ જાઈ દર્શન પૂછયું.
‘‘અ….અ…અ.. કંઈ નહી, બસ…..તને જાઉ છું’’ બંસીએ નજર નીચી કરી કહી દીધું.
‘‘હું કંઈ જાવાની ચીજ છું?’’
‘‘હા….’’
‘‘એ…કેમ?’’
‘‘કેમ કે…….તને જાવાથી હું બધુ જ ભૂલી જઉ છું.’’
‘‘બધુ જ એટલે….?’’
‘‘મારુ ખુદનું અસ્તિત્વ પણ…..’’
‘‘એવું તે હોય..?’’
‘‘હા, એવું જ છે દર્શન! સાંભળ, હું તને બાપુ નહી કહું.’’
‘‘તારા મોઢે દર્શન જ શોભે છે, ફક્ત દર્શન…’’
‘‘ધાર્યું ન હતું કે તું મળશે. સારુ થયુ મળ્યા. મારા ખેતરે ચાલ, તને એક વાત કરવી છે.
‘‘ત્યાં નહી પણ…મારા ખેતરે વાતો કરીશુ. મારી પાછળ બેસી જા…..બે મિનિટમાં ખેતરે’’
‘‘ના, ઘોડા પર બેસતા મને ન ફાવે. વળી,કોઈ જાઈ જાય તો….?’’
‘‘હવે કરવાનું શું? ભલેને જુએ…’’
‘‘એક કામ કર, તુ મારા ખેતરે પહોંચી જા. હું મારા ખેતરે આ છાશનું દેગડુ મજૂરો માટે પહોંચાડી તારે ખેતરે આવું છું….બસ.’’
‘‘હું રાહ જોઉ છું..આવજે.’’
‘‘આવીશ ઘણી વાત કરવી મારે…..’’ આટલુ બોલતી બંસી ચાલતી થઈ. એટલે દર્શને પણ ઘોડાને એડી મારી આગળ ચલાવ્યો.
બંસી ખેતરે પહોંચી. પસાભાઈને બોલાવી છાશનું દેગડુ આપતા બોલી ઃ ‘‘મજૂરોને આપજા. બપોરા કરીને છાશ પીશે તો ટાઢક થશે. હું તો થોડીવાર પછી ઘરે ચાલી જઈશ….’’
પસાભાઈ પાછા કામે લાગ્યા ને બંસી થોડીવાર આમતેમ આટા મારી પછી ચાલી નીકળી.
દર્શનસિંહ ખેતરે પહોંચી થોડુ પાણી પી ને આરામથી વાણવાળા ખાટલામાં ટાઢા છાંયે લાંબો થઈ આંખો બંધી કરી વિચારોમાં ખોવાયો હતો.
(ક્રમશઃ)