‘‘હા….’’ બંસીએ વાત કરતા આગળ કહ્યુઃ ‘‘મને જાવા કે છોકરી બરાબર છે, કેવી છે, પસંદ પડશે કે નહી. શહેરમાંથી મોટર લઈને આવ્યા હતા….ફક્ત ત્રણ જ માણસ.’’
‘‘પછી શું થયુ?’’ દર્શને ચિંતા વ્યક્ત કરી પૂછયું.
‘‘થાય શું? તેઓને બહું ગમી. પસંદ પડી હું’’
‘‘એ જ વાત કહું છું હું, સાંભળઃ લાખન કરીને એક છોકરો છે. તદ્‌ન ચીમળાઈ ગયેલા ચહેરા પર નંબરવાળા ચશ્મા તેણે પહેર્યા હતા. માથા પર છુટ્ટા છુટ્ઠા ગણી શકાય તેવા વાળ. સાવ એકવડિયો બાંધો..મને જરા પણ આવું બધું ન ગમ્યું. અને તદ્‌ન ન ગમી તેની ચાલવાની રીત. હા, તેની ચાલવાની રીત કંઈક જુદા જ પ્રકારની મેં જાઈ. સમજી ગયો હું…….? પછી બાપુની આજ્ઞા પ્રમાણે મેં એ બધાને લીંબુનું સરબત પાયું. અંતે જતા જતા તેઓ કહેતા ગયા કે……મારું પાક્કુ… પણ બધી વાત મમ્મી-પપ્પા આગળ વધારશે. બસ આ વાત થઈ.’’ એકી શ્વાસે બંસી આટલુ બધુ બોલીને પછી પોતાના હાથની આંગળીઓ દર્શનના ઘાટા કાળા વાંકડિયા વાળમાં ફેરવવા લાગી.
થોડીવાર દર્શન સૂનમૂન બેસી રહ્યો. પછી તે આંખો ફાડીને બોલ્યો;‘‘તેં હા……પાડી?’’
‘‘ના, મને પૂછયુ જ છે કોણે?’’
‘‘તો તું કહે છે કે એણે મને પસંદ કરી…’’
‘‘તો હવે, પછી……’’
‘‘એક મહિના પછી લગ્નની મુદત પાકી એમ જતા જતા તેઓએ કહેલુ.’’
‘‘તું સાચુ જ બોલે છે ને….’’
‘‘હા, સાવ સાચુ. પણ બા-બાપુને મેં સમજાવ્યા. તેમની પણ આવા આ મુરતિયા સામે નારાજગી તો હતી જ. હવે તેઓ પાછા આવશે તો હું નહી પણ બા-બાપુ જ વળાવી દેશે…..’’ બંસી બોલી.
‘‘સારુ થયુ……એક વાત કહે બંસી?’’ દર્શન જરા ગંભીર વદન સાથે બોલ્યો.
‘‘બોલ…….’’
‘‘ તારા વગર મારો સંસાર શકય નથી. મારી સાથે તારા ન હોવાની કલ્પના પણ હું નથી કરી શકતો. તું છે તો હું છું……એટલામાં સમજી જજે. લાવ…તારો હાથ’’ એમ કહીને દર્શને બંસીનું કાંડુ પકડયું ને પોતાની છાતી પર જરા જારથી ભીંસી..દબાવી…..આગળ બોલ્યો; ‘‘તારા સમ…,બંસી! તું વચન આપ, મારા સિવાય તું કોઈની નહી ને હું પણ વચન આપુ છું; પરણીશ તો તને જ…..બસ! ’’ ભાવભર્યા ગંભીર ચહેરે દર્શન વચને બંધાયો જાણે!(ક્રમશઃ)
આભાર – નિહારીકા રવિયા