વિપક્ષી પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ શનિવારે કહ્યું કે દેશમાં લોકશાહીની સ્થિતિ નબળી પડી છે અને બંધારણને પડકારવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ બંધારણના રક્ષણ અને મજબૂતીકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.રેડ્ડીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે જણાવ્યું કે તેમનું નામ કેવી રીતે આવ્યું. તેમણે બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ જેવા શબ્દો પર ચાલી રહેલી ચર્ચા પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમને નક્સલવાદના સમર્થક ગણાવ્યાનો જવાબ પણ આપ્યો.રેડ્ડીએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પણ લોકશાહીનો એક ભાગ છે, પરંતુ તે હંમેશા પ્રક્રિયાનો ભાગ બને તે જરૂરી નથી. તેમણે કહ્યું કે પહેલા આપણે ‘ખાધ અર્થતંત્ર’ વિશે વાત કરતા હતા, પરંતુ હવે ‘લોકશાહીમાં ખાધ’ વિશે વાત થઈ રહી છે. ભારત એક બંધારણીય લોકશાહી રહી શકે છે, પરંતુ તે દબાણ હેઠળ છે.રેડ્ડીએ બંધારણ પર ચર્ચાનું સ્વાગત કર્યું અને કહ્યું કે લોકો સમજે કે બંધારણ ખતરામાં છે કે નહીં તે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે લોકશાહી ફક્ત વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ નથી, પરંતુ વિચારો વચ્ચેનો સંઘર્ષ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે સરકાર અને વિપક્ષ વચ્ચે સારા સંબંધો હોય. ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રેડ્ડીએ કહ્યું કે બંધારણના રક્ષણની તેમની યાત્રા હવે ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે પહેલા તેઓ ન્યાયાધીશ તરીકે બંધારણનું રક્ષણ કરતા હતા અને હવે જા તેમને તક મળશે તો તેઓ આ જ જવાબદારી નિભાવતા રહેશે.તેમણે કહ્યું કે વિપક્ષ તરફથી ઉમેદવાર બનાવવું તેમના માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે આ માત્ર વિવિધતા જ નહીં, પણ એ પણ દર્શાવે છે કે વિપક્ષી પક્ષો સાથે ઉભા છે, જે દેશની વસ્તીના ૬૩-૬૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઉચ્ચ બંધારણીય પદો માટે સર્વસંમતિથી ચૂંટણી થવી જાઈએ, ત્યારે તેમણે કહ્યું કે તેઓ પોતે આ ઇચ્છતા હતા, પરંતુ આજનું રાજકારણ ખૂબ જ વિભાજિત છે, તેથી આ સંઘર્ષ ટાળવો કદાચ મુશ્કેલ હતો. રેડ્ડીએ કહ્યું કે પહેલા શાસક પક્ષ અને વિપક્ષ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરતા હતા, પરંતુ આજે આવું ભાગ્યે જ જાવા મળે છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચૂંટણી તેમના અને દ્ગડ્ઢછ ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન વચ્ચે નહીં, પરંતુ બે વિચારધારાઓ વચ્ચે છે.તેમણે કહ્યું કે રાધાકૃષ્ણન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાંથી આવે છે, જ્યારે તેઓ પોતે ઉદારવાદી અને બંધારણીય લોકશાહીમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે આ વિચારોની લડાઈ છે. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીના નિવેદનનો ઉલ્લેખ કરતા, રેડ્ડીએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પણ  વિરોધનો એક કાયદેસર માર્ગ છે. તેમણે કહ્યું કે જા કોઈને બોલવાની મંજૂરી નથી આપવામાં આવી રહી, તો આ વિરોધનો માર્ગ હોઈ શકે છે. જાકે, તેમણે એમ પણ કહ્યું કે એવું ન થવું જાઈએ કે વિક્ષેપ લોકશાહીનો કાયમી ભાગ બની જાય.જ્યારે ગૃહમંત્રી અમિત શાહે સલવા જુડુમના નિર્ણય પર નક્સલવાદને ટેકો આપવાનો આરોપ લગાવ્યો, ત્યારે રેડ્ડીએ સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમનો વ્યક્તિગત નહીં પણ સુપ્રીમ કોર્ટનો હતો. તેમણે કહ્યું કે જા શાહે ૪૦ પાનાનો નિર્ણય વાંચ્યો હોત, તો કદાચ તેમણે આવું નિવેદન ન આપ્યું હોત.રેડ્ડીએ જાતિ વસ્તી ગણતરીનું સમર્થન કર્યું અને કહ્યું કે પહેલા એ શોધવું જરૂરી છે કે કોને મદદની જરૂર છે અને કેટલી જરૂર છે. બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દોનો સમાવેશ કરવાના વિવાદ પર, રેડ્ડીએ કહ્યું કે આ શબ્દો ફક્ત બંધારણમાં પહેલાથી હાજર મૂળભૂત વિચારોને સ્પષ્ટ કરે છે. તેમણે કહ્યું કે એ સાચું છે કે આ શબ્દો કટોકટી દરમિયાન ૪૨મા સુધારા હેઠળ ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં જન સંઘ સરકારે પણ તેમને મંજૂરી આપી. તેથી, તેઓ સમજી શકતા નથી કે આ અંગે ચર્ચા કેમ થઈ રહી છે.રેડ્ડીએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને ભીમરાવ આંબેડકર પર બનેલી અલગ અલગ વાર્તાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે જા આ ત્રણેયને ઉપરછલ્લી રીતે વાંચવામાં આવે તો મૂંઝવણ થઈ શકે છે, પરંતુ વાસ્તવમાં ત્રણેય લોકશાહી, ગણતંત્ર અને બંધારણના નૈતિક મૂલ્યોમાં માનતા હતા. તેમણે કહ્યું કે જા આ ત્રણેયને મહત્વ ન આપવામાં આવે તો તે દેશ માટે સારું રહેશે નહીં.