સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ ૨૨ જુલાઈએ રાષ્ટ્રપતિના સંદર્ભ પર વિચાર કરશે કે શું રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર વિચાર કરતી વખતે રાષ્ટ્રપતિ વતી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા માટે ન્યાયિક આદેશો દ્વારા સમય મર્યાદા નક્કી કરી શકાય છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ અતુલ એસ ચાંદુરકરની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. ટ્રેન્ડિંગ વીડિયો
આ વર્ષે મે મહિનામાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલમ ૧૪૩(૧) હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો અને સુપ્રીમ કોર્ટને તેના ૮ એપ્રિલના નિર્ણય પર ૧૪ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિને રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર કાર્યવાહી કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને પૂછેલા ૧૪ પ્રશ્નોમાં, તેમણે રાજ્યપાલની સત્તાઓ, ન્યાયિક હસ્તક્ષેપ અને સમયમર્યાદા નક્કી કરવા જેવા વિષયો પર સ્પષ્ટતા માંગી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ કેસમાં પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રાજ્યપાલ પાસે વીટો પાવર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. જા નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણય લેવામાં ન આવે તો રાષ્ટ્રપતિએ રાજ્યને માન્ય કારણ આપવું પડશે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે રાજ્ય વિધાનસભામાં બિલ પાછું મોકલી શકે છે. જા વિધાનસભા તે બિલ ફરીથી પસાર કરે છે, તો રાષ્ટ્રપતિએ તેના પર અંતિમ નિર્ણય લેવો પડશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કલમ ૨૦૧ હેઠળ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે જા રાજ્યપાલે મંત્રી પરિષદની સલાહ વિરુદ્ધ નિર્ણય લીધો હોય, તો સુપ્રીમ કોર્ટને તે બિલની કાયદેસર રીતે તપાસ કરવાનો અધિકાર હશે.