ભારતીય જનતા પાર્ટી એ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં વ્યાપક ફેરફારોનો આરોપ લગાવ્યો, દાવો કર્યો કે “રાજકીય આશ્રય” હેઠળ રાજ્યમાં “ખતરનાક વસ્તી વિષયક પરિવર્તન” થઈ રહ્યું છે. પાર્ટીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૧ દરમિયાન, રાજ્યની ૪૬ વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યામાં ૪૦ ટકાથી વધુનો વધારો થયો છે. આમાંથી ૭ બેઠકો પર, આ વધારો ૫૦ ટકાથી વધુ છે. આનો અર્થ એ થયો કે વર્તમાન મતદારોમાંથી લગભગ અડધા નવા છે અને અમે ૨૦૨૧ પછી કે ૨૦૧૧ પહેલા થયેલા ફેરફારો પર વિચાર પણ કર્યો નથી.

ભાજપે સોશિયલ મીડિયા પર એક વિગતવાર પોસ્ટમાં કહ્યું કે આ કોઈ કુદરતી કે આકસમીક પરિવર્તન નથી, પરંતુ મમતા બેનર્જી સરકારના આશ્રય હેઠળ કરવામાં આવી રહેલ “સુઆયોજિત ડેમોગ્રાફિક એનજીનિયરિંગ” છે. પક્ષે આરોપ લગાવ્યો હતો કે આમાંથી સાત બેઠકો પર મતદારોનો વિકાસ દર ૫૦ ટકાથી વધુ છે, જ્યારે ૧૧૮ બેઠકો પર આ આંકડો ૩૦ થી ૪૦ ટકાની વચ્ચે છે. પક્ષે કહ્યું કે આ સિવાય, ૧૧૮ વિધાનસભા મતવિસ્તાર એવા છે જ્યાં મતદારોનો વિકાસ ૩૦% થી ૪૦% ની વચ્ચે છે.

આ ૪૬ બેઠકોમાંથી ૧૦ માલદાની છે. ૧૦ દક્ષિણ ૨૪ પરગણાની છે. ૯ મુર્શિદાબાદની છે. ૭ ઉત્તર દિનાજપુરની છે. ૪ દક્ષિણ દિનાજપુરની છે. ૨ ઉત્તર ૨૪ પરગણાની છે. ૨ જલપાઈગુડીની છે અને ૨ દાર્જિલિંગની છે. ભાજપે એમ પણ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ સરકારના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. “આ એક રાજકીય પ્રોજેક્ટ છે, વસ્તીમાં કુદરતી વધારો નથી,” પાર્ટીએ લખ્યું.

ભાજપે ચેતવણી આપી હતી કે આ એક “આક્રમણ” છે અને “બંગાળની સંસ્કૃતિ, ઓળખ અને પ્રદેશ” બદલવાનો પ્રયાસ છે. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ પરિવર્તન પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ ૨૪ પરગણા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં સૌથી વધુ જાવા મળ્યું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે આવી વસ્તી વિષયક પરિસ્થીતિએ ચિકન નેક જેવા વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તારોને પણ જોખમમાં મૂક્યા છે. આ વિસ્તાર દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોને મુખ્ય ભૂમિ સાથે જોડતો એકમાત્ર ભૂમિ માર્ગ છે અને તેનું ભૌગોલિક સ્થાન નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનને અડીને આવેલું છે. ભાજપે પોસ્ટમાં કહ્યું, “મમતા જાણે છે કે આ નવા મતદારો તેમને મત આપશે. બાંગ્લાદેશી મુસ્લીમ મતો વિના, તે ૩૦% મત હિસ્સાને પણ સ્પર્શી શકશે નહીં.”ભાજેપે બધા હિન્દુઓને “પક્ષીય રેખાઓથી ઉપર” આ મુદ્દા પર એક થવા અપીલ કરી અને કહ્યું કે આ કોઈ પક્ષની લડાઈ નથી પરંતુ બંગાળની સભ્યતા અને અસ્તીત્વની લડાઈ છે.

આ આરોપનો જવાબ આપતા, તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય મહાસચિવ કુણાલ ઘોષે ભાજપની ટીકા કરતા કહ્યું કે પાર્ટી “ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ” કરી રહી છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં કામ કરતા બંગાળી ભાષી લોકોને બાંગ્લાદેશી કહીને ધરપકડ કરવામાં આવે છે.ઘોષે એમ પણ કહ્યું કે ભાજપ પોતે રાજ્યમાં બહારના લોકોને મતદાતા બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ મુદ્દો ચૂંટણી પંચ સમક્ષ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ મુદ્દા પર રાજકીય તાપમાન વધી રહ્યું હોય તેવું લાગે છે, અને આવનારા સમયમાં રાજ્યના રાજકારણમાં તે એક મુખ્ય મુદ્દો બની શકે છે.