જાફરાબાદના માછીમારોને કમોસમી વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન
જાફરાબાદ બંદર પર કમોસમી વરસાદને કારણે માછીમારોને કરોડો રૂપિયાનું વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદના લીધે સૂકવેલી માછલીઓમાં જીવાત પડી જતાં તેને ફેંકી દેવાની ફરજ પડી છે, જેનાથી એક-એક માછીમારને રૂ.૧ લાખથી રૂ.૫ લાખ સુધીનો અંદાજિત ફટકો પડ્યો છે. જાફરાબાદના માછીમાર આગેવાન કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, ખેડૂતો માટે સરકારે રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તો કેન્દ્ર દ્વારા ‘સાગર ખેડૂત’ તરીકે ઓળખાતા માછીમારોને પણ ગુજરાત સરકારે ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ સમાન આર્થિક રાહત આપવી જોઈએ. ડિઝલ ખર્ચીને પરત ફરેલા માછીમારોને જીવતા રાખવા માટે સરકારે વિશેષ પેકેજ આપવું અત્યંત જરૂરી છે.







































