ગીરગઢડા તાલુકાના ફુલકા ગામમાં દુદાભાઈ માલાભાઈ ડાભી નામના ખેડૂતની વાડીમાં આવેલા ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં એક દીપડી ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જસાધાર વન વિભાગની રેસ્ક્યૂ ટીમ, આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ અને ફોરેસ્ટર હિતેષ બારોટ સહિતની ટીમે કૂવામાંથી દીપડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.