પહેલી ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ “વિશ્વગુરુ” એ રાષ્ટ્ર વિરોધી તત્વો સામે જીત અપાવનારી વિષય પર આધારિત આ ફિલ્મ છે. લાઠીના કલ્પેશ કપ્તાના જણાવ્યા મુજબ ભારત વિશ્વ ગુરુ બનશે. શસ્ત્રોને બદલે શાસ્ત્રના આધારે એ સંદેશો લઈને આ ફિલ્મ તૈયાર કરવામાં આવેલ છે. આ ફિલ્મમાં ભારતના રાષ્ટ્રવિરોધી આંતરિક દુશ્મનો સાથે રચનાત્મક સંઘર્ષથી રાષ્ટ્રનો વિજય કેવી રીતે થઈ શકે તેના આધારે ફિલ્માંકન કરવામાં આવેલ છે. સમગ્ર વિશ્વ જ્યારે શસ્ત્રોના આધારે વિશ્વની મહાસત્તા બનવા જઈ રહેવા માટે પ્રયત્ન કરતું હોય ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુનું સ્થાન શસ્ત્રોથી નહી પણ શાસ્ત્રના આધારે પ્રાપ્ત કરશે એવો દ્રઢ વિશ્વાસ લોકોને આ ફિલ્મ કરાવશે. વિશ્વગુરુ ફિલ્મ ભારતમાં રહેલ આધ્યાત્મિક શક્તિના ભંડારથી વિશ્વગુરુ બનવા તરફની સફર દર્શાવી યુવાનોમાં આત્મવિશ્વાસ જગાવશે.