બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં બંને પહેલી વાર પડદા પર સાથે જાવા મળશે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં, આ બંને સ્ટાર્સ લખનૌ પહોંચ્યા હતા, આ પહેલા બંને આંધ્રપ્રદેશમાં મંદિરમાં દર્શન કરીને અને ફિલ્મની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. હવે બંનેએ નવાબી શહેરની પ્રખ્યાત ચાટ પાપડીનો પણ આનંદ માણ્યો હતો.
જ્યારે આ દંપતી પ્રમોશન માટે નવાબી શહેર લખનૌ પહોંચ્યું, ત્યારે તેમણે અહીંની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ સંસ્કૃતિનો પણ દિલથી આનંદ માણ્યો. બંને રોયલ ચાટમાં લખનૌની ચાટ ચાખતા જાવા મળ્યા. સિદ્ધાર્થ અને જાહ્નવી એક દુકાનમાં ગયા અને ચાટ પાપડી ખાધી. તેમને જાવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ.
ફિલ્મના પ્રમોશન પહેલાં, બંને સ્ટાર્સ તિરુમાલા મંદિર પહોંચ્યા, જ્યાં સિદ્ધાર્થ પહેલી વાર ગયો હતો. આ દર્શન જાહ્નવી માટે ભાવનાત્મક રીતે ખૂબ જ ખાસ હતું, કારણ કે આ મુલાકાત તેની સ્વર્ગસ્થ માતા શ્રીદેવીના જન્મદિવસ પર થઈ હતી. તેણીએ કહ્યું કે તે દરેક ખાસ પ્રસંગે મંદિરની મુલાકાત લે છે અને આ પરંપરા હવે તેના હૃદયની ખૂબ નજીક છે.
‘પરમ સુંદરી’ ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓ વચ્ચે ખીલેલી એક સુંદર પ્રેમકથા છે, જે કેરળના કુદરતી સૌંદર્યમાં સેટ છે. સિદ્ધાર્થ ફિલ્મમાં દિલ્હીના છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પ્રેમમાં પોતાની દુનિયા બદલી નાખે છે. બીજી તરફ, જાહ્નવી એક છોકરીની ભૂમિકા ભજવી રહી છે જે તેના મૂળ સાથે ઊંડે સુધી જાડાયેલી છે. પ્રમોશન દરમિયાન, જાહ્નવીએ કહ્યું, ‘સુંદરી મારા હૃદયની ખૂબ નજીક છે. તેનો આત્મવિશ્વાસ અને મૂલ્યો મને મારા દક્ષિણ ભારતીય વારસાની યાદ અપાવે છે.’ તુષાર જલોટા દ્વારા દિગ્દર્શિત અને મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ ૨૯ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.