વાવાઝોડું કાલમેગી મધ્ય ફિલિપાઇન્સ પરથી પસાર થયું છે, જેમાં બે લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે અનેક ઘરોને ભારે નુકસાન થયું છે અને અસંખ્ય વાહનો ડૂબી ગયા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વાવાઝોડું કાલમેગી સેન્ટ્રલ નેગ્રોસ ઓક્ઝીડેન્ટલ પ્રાંતના બાકોલોડ શહેર પરથી પસાર થયું હતું. વાવાઝોડાની મહત્તમ ગતિ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી અને પવનના ઝાપટા ૧૯૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા હતા.મધ્યરાત્રિની આસપાસ દક્ષિણ લેયટે પ્રાંતના સિલાગો શહેરમાં વાવાઝોડું ત્રાટક્્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેયટેમાં એક વૃદ્ધ ગ્રામીણ પૂરના પાણીમાં ડૂબી ગયો હતો, જ્યારે મધ્ય બોહોલ પ્રાંતમાં એક ઝાડ પડવાથી અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. દક્ષિણ લેયટેમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હોવાના અહેવાલ છે.ફિલિપાઇન રેડ ક્રોસના સેક્રેટરી જનરલ ગ્વેન્ડોલીન પેંગે જણાવ્યું હતું કે મધ્ય સેબુ પ્રાંતના દરિયાકાંઠાના શહેર લિલોઆનમાં પૂરને કારણે ઘણા લોકો તેમના ઘરની છત પર ફસાયેલા હતા. સેબુના મંડાઉ શહેરમાં, પૂરના પાણી લોકોના ખભા સુધી પહોંચી ગયા, અને ઘણા વાહનો ડૂબી ગયા. એક અધિકારીએ જણાવ્યું, “અમને ઘણા બધા ફોન આવી રહ્યા છે. લોકો છત અને ઘરોમાંથી બચાવ માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ હાલમાં, તે અશક્ય છે. દરેક જગ્યાએ કાટમાળ છે અને વાહનો તરતા છે. પૂરના પાણી ઓસરે ત્યાં સુધી અમારે રાહ જાવી પડશે.” પૂર્વીય સમર પ્રાંતના હોમોનહોન ટાપુ પર, જારદાર પવન ફૂંકાયો હતો અથવા લગભગ ૩૦૦ ઝૂંપડીઓની છતને નુકસાન પહોંચાડ્યું હતું. ગુઇવાનના મેયર અન્નાલિઝા ગોન્ઝાલેસ-ક્વાનએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પૂર આવ્યું નથી, ફક્ત ભારે પવન ફૂંકાયો હતો.હવામાન સેવા અનુસાર, કાલમેગી આ વર્ષે ફિલિપાઇન્સને અસર કરતું ૨૦મું ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે. તે લગભગ ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને મંગળવારના મોડી રાત્રે અથવા બુધવારે સવાર સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલાં પૂર્વીય ફિલિપાઇન પ્રાંતોમાં ૧૫૦,૦૦૦ થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૧૩ માં આવેલા હૈયાન વાવાઝોડાને કારણે ૭,૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા અથવા ગુમ થયા અને લાખો લોકો વિસ્થાપિત થયા.