ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જા આપવાની માંગ સાથે ભુજમાં સંતો ધરણા પર બેઠા છે. એકલધામ મહંત યોગી દેવનાથ બાપુ આ માંગ સાથે ઉપવાસ પર બેઠા છે. સરકારને અનેક રજૂઆતો બાદ પણ માંગ ન સંતોષાતા તેઓ ઉપવાસ પર ઉતર્યા છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યના સાધુ સંતો અને ગૌપ્રેમીઓએ આ લડતને સમર્થન આપ્યું છે. વિવિધ ગૌ સંસ્થાઓ અને ગૌરક્ષકો પણ આ લડતમાં જાડાયા છે.વાગડના પ્રસિદ્ધ યાત્રાધામ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુએ ભૂજ કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા છે. તેમની મુખ્ય માંગ ગાયને રાજ્યમાતાનો દરજ્જા આપવાની છે. તેમની દલીલ છે કે સનાતન ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં બિન વારસી ગાયોની સ્થિત ખુબજ દયનીય છે. તેમણે આ અગાઉ રાજ્યના ૧૬૦ ધારાસભ્યોને લેખિત રજુઆત કરી હતી. જિલ્લા વહીવટીતંત્રને પણ આવેદન આપ્યું હતું. પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાની દલીલ સાથે તેમણે આ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.મહારાષ્ટ્રની અગાઉની એકનાથ શિંદેની સરકારે ગાયમાતા રાજ્યમાં દેશી ગાયને રાજ્યમાતાનો દરજ્જા આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિત અને રોજબરોજના ભોજનમાં દેશી ગાયના દૂધનો અને આયુર્વેદ અને પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને ખેતીની પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વને લઇને આ ફેસલો લીધો હતો..
મહત્વપૂર્ણ છે કે ભારત દેશમાં ગાયનું ઘણું મહત્વ છે. હિંદુ ધર્મમાં ગાયને માતા માનીને પૂજા કરવાની પરંપરા છે. ગાયનું દૂધ, મૂત્ર અને છાણ પણ પવિત્ર માનવામાં આવે છે. ગાયનું દૂધ પણ ઘણું ફાયદાકારક છે. ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર થઇ શકે છે. ગાયનો ઉપયોગ ખેતીમાં પણ થાય છે. ખેતીના કામમાં ગાયનો ઉપયોગ ખેડાણ અને ખેતરોમાં કામ કરવા માટે થાય છે. તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. ગાય એ મુખ્ય દૂધ ઉત્પાદક પ્રાણી છે, જે દૂધ અને ડેરી ઉત્પાદનોનો સ્ત્રોત છે. તે ઘણા પરિવારોની આવકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં થાય છે. તે કુદરતી ખાતર તરીકે કામ કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે અને રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટાડે છે. ગાય ઇકોલોજીકલ બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ગાયના છાણમાંથી જે ખાતર બને છે તે જમીન માટે મહત્વપૂર્ણ છે અને કુદરતી ખોરાકની સાંકળમાં ફાળો આપે છે.