ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ રેઝાંગ લાના યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની રિલીઝ પહેલા, ‘૧૨૦ બહાદુર’ ના નિર્માતાઓએ ભારતીય સેનાની ૧૩મી બટાલિયન, કુમાઉં રેજિમેન્ટના બહાદુર સૈનિકોની બહાદુરીને માન આપવા માટે ‘માય સ્ટેમ્પ’ લોન્ચ કર્યું છે. આ ખાસ પ્રસંગે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સ્ટેમ્પનું અનાવરણ કર્યું. આ ફિલ્મ રેઝાંગ લાના ઐતિહાસિક યુદ્ધ પર આધારિત છે.’૧૨૦ બહાદુર’ ના નિર્માતાઓ હાજર હતા. સ્ટેમ્પ લોÂન્ચંગ કાર્યક્રમમાં પોસ્ટલ સર્વિસીસના મહાનિર્દેશક જિતેન્દ્ર ગુપ્તા, ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ના દિગ્દર્શક રજનીશ ‘રેજી’ ઘાઈ, ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, અમિત ચંદ્રા અને અરહાન બગાતી પણ હાજર રહ્યા હતા. તેમણે સાથે મળીને પોસ્ટલ વિભાગ દ્વારા જારી કરાયેલ રેઝાંગ લા યુદ્ધ સ્મારક પર આધારિત કસ્ટમાઇઝ્ડ ‘માય સ્ટેમ્પ’ લોન્ચ કર્યું.ફરહાન અખ્તરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી. ફોટા શેર કરતા તેમણે લખ્યું, “આપણા શહીદ સૈનિકોની બહાદુરી અને બલિદાનને માન આપવાનો આનાથી સારો રસ્તો કયો હોઈ શકે?” આજે, ભારતીય ટપાલ સેવાએ નવી પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને રેઝાંગ લા યુદ્ધની યાદમાં ઉજવણી કરી. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા માટે સમય કાઢવા બદલ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો આભાર. અમે ખૂબ ખૂબ આભારી છીએ.ફિલ્મ ૨૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. રઝનીશ ઘાઈ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને ટ્રિગર હેપ્પી સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકા ભજવે છે, જ્યારે રાશિ ખન્ના તેમની પત્ની શગુન કંવરની ભૂમિકા ભજવે છે.