(એસ.એચ.એલ),મુંબઇ,તા.૨૫
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે સસ્પેન્સ ચાલુ છે. મહાયુતિના ઘટક પક્ષોની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા છે કે મહારાષ્ટÙમાં ફરી એક મુખ્યમંત્રી, બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાનું પુનરાવર્તન થઈ શકે છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસનું મુખ્ય પ્રધાન બનવું નિશ્ચિત છે, પરંતુ હજુ સુધી આ ચિત્ર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાયુતિમાં અજીત જૂથને ફડણવીસને સીએમ બનાવવામાં કોઈ વાંધો નથી. જા ફડણવીસ સીએમ બને છે, તો એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે, એટલે કે એક સીએમ અને બે ડેપ્યુટી સીએ. મહાગઠબંધન જૂની ફોર્મ્યુલા જ લાગુ કરી શકે છે. શિંદેને ડેપ્યુટી સીએમ અને શહેરી વિકાસ મંત્રી જેવા ભારે વિભાગો આપવામાં આવી શકે છે. તેમજ તેમની પાર્ટીના ક્વોટામાંથી ૧૦ કે ૧૨ મંત્રી બનાવી શકાય છે. સાથે જ અજિત પવારને ડેપ્યુટી સીએમની સાથે નાણા વિભાગ પણ મળી શકે છે. આ સિવાય તેમની પાર્ટીના ખાતામાં લગભગ ૧૦ મંત્રી પદ પણ આવી શકે છે. આ સિવાય ભાજપના ક્વોટામાંથી ૨૦ કે ૨૨ મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. જા કે, શિંદેની શિવસેના ઈચ્છે છે કે સીએમ શિંદે લાડલી બેહન યોજના લાવ્યા અને અઢી વર્ષ સુધી સારું કામ કર્યું, તેથી શરૂઆતમાં તેમને સીએમ પદ માટે બીજી તક મળવી જાઈએ. હવે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર પોતપોતાના પક્ષોના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યાર બાદ મહારાષ્ટÙના ત્રણેય નેતાઓની ભાજપની ટોચની નેતાગીરી સાથે બેઠક થશે અને મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે, જેમાં ફડણવીસ પ્રબળ દાવેદાર છે. .
એવા અહેવાલ છે કે મહાયુતિના ઘટકો એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના નેતાઓ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળી શકે છે અને સરકારની રચના અંગે ચર્ચા કરી શકે છે. દરમિયાન શિવસેના શિંદે જૂથના ધારાસભ્યોએ ગઈકાલે મુંબઈમાં બેઠક યોજી હતી. જેમાં ઉદય સામંતે પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. શિવસેનાના અધિકારીઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ એકનાથ શિંદેને તેમની પાર્ટીના નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો છે. એનસીપીએ પણ અજિત પવારને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે.