શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા ઉર્જા ભરવા અને ઘર ખરીદનારાઓ તેમજ રોકાણકારોને શ્રેષ્ઠ તકો પૂરી પાડવા માટે ક્રેડાઈ અમદાવાદ દ્વારા જીઆઇએચઇડી પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા પ્રોપર્ટી શો ૯ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મેમનગર સ્થિત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.આ ભવ્ય પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકમળે થશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ ઇવેન્ટ માત્ર પ્રોપર્ટી પ્રદર્શન પૂરતું સીમિત નથી, પરંતુ અમદાવાદના આગામી દાયકાના વિકાસની એક ઝલક રજૂ કરશે. ખરીદદારો અને રોકાણકારો માટે આ પ્રોપર્ટી શો એક સુવર્ણ તક સમાન છે. અહીં એક જ સ્થળે ૪૦૦થી વધુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્‌સ રજૂ કરવામાં આવશે. આ સાથે ૮૦થી વધુ જાણીતા ડેવલપર્સ અને પ્રોપર્ટી ડીલર્સ આ ઇવેન્ટમાં ભાગ લેશે.જીઆઇએચઇડી પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ૨૦૨૬’માં અફોર્ડેબલ હાઉસિં, પ્રીમિયમ અને લક્ઝરી રહેણાંક પ્રોજેક્ટ્‌સ, આધુનિક ઓફિસ સ્પેસ અને બિઝનેસ હબ, ઔદ્યોગિક એકમો માટે ખાસ પ્રોજેક્ટ્‌સ, પ્લોટેડ સ્કીમ્સ અને ફાર્મહાઉસ જેવા વિવિધ સેગમેન્ટના વિકલ્પો ઉપલબ્ધ રહેશે.અમદાવાદમાં ૨૦૨૬થી ૨૦૩૬ દરમિયાન વિવિધ આંતરરાષ્ટ્રીય રમતગમત અને વૈશ્વિક કાર્યક્રમોના આયોજનની શક્્યતાઓ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થવાની ધારણા છે. શહેરના વિસ્તરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોકાણની સંભાવનાઓની ઝલક આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં જાવા મળશે. આયોજકોના મતે, “અમદાવાદનો દાયકો શરૂ થઈ ચૂક્્યો છે” અને આવનારા વિકાસની તૈયારી રૂપે આ વર્ષે શોનું નામ ‘પ્રોપર્ટી ઓલિમ્પિયાડ’ રાખવામાં આવ્યું છે.પ્રોપર્ટી શોમાં દરેક બજેટ માટે યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ રહેશે. સાથે જ, સ્થળ પર જ વિવિધ બેંકો અને ફાઇનાન્સિયલ સંસ્થાઓ દ્વારા હોમ લોન, ફાઇનાસિંગ સોલ્યુશન્સ વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ગ્રાહકો ડેવલપર્સ સાથે સીધી વાતચીત કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો મેળવી શકશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છતા ખરીદદારો અને રોકાણકારો માટે ત્રણ દિવસનો આ જીઆઇએચઇડી પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ૨૦૨૬ એક આદર્શ અને વિશ્વસનીય પ્લેટફોર્મ સાબિત થવાનો છે.