છેલ્લા કેટલાક દિવલથી અંગત જીવનને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જાનસ સાથે એક અવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. ત્યાં કંઈક એવું જાવા મળ્યું, જે બાદ ફેન્સ કપલ પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. પ્રિયંકા હાલમાં જ નિક જાનસ સાથે બ્રિટિશ ફેશન અવોર્ડ્‌સ ૨૦૨૧માં પહોંચી હતી. બંનેએ રેડ કાર્પેટ પર ખૂબ રોમેÂન્ટક પોઝ આપ્યા હતા. બ્રિટિશ ફેશન અવોર્ડ્‌સ ૨૦૨૧માં બ્લેક કલરનો સૂટ પહેરીને પહોંચ્યો હતો, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે પ્રિયંકા ચોપરાએ પ્રિન્ટેડ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી અને વાળને બાંધી રાખ્યા હતા. આ લૂકમાં તે ગોર્જિયસ લાગતી હતી. જા કે, રેડ કાર્પેટ પર લાંબા ડ્રેસના કારણે તેને થોડી તકલીફ પડી હતી. તેનો ડ્રેસ રેડ કાર્પેટ પર ફસાઈ ગયો હતો. નિકનું ધ્યાન જતાં તે તરત જ સરખું કરવા લાગ્યો હતો. નિક જાનસ અને પ્રિયંકા ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. વીડિયો જાઈને ફેન્સ નિક જાનસના વખાણ કરી રહ્યા છે અને તેને જેન્ટલમેન ગણાવી રહ્યા છે. નિક જાનસે થોડા સમય પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાનસ અટક હટાવી દીધી હતી. જે પરથી તે અને નિક અલગ થવાના હોવાની અટકળો શરૂ થઈ હતી. જા કે, આ અંગે પ્રતિક્રિયા આપતા એક્ટ્રેસના મમ્મી મધુ ચોપરાએ ખબરોને અફવા અને જુઠ્ઠી ગણાવીને ફગાવી દીધી હતી. પ્રિયંકા ચોપરા અને નિક જાનસ ‘જાનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ને લઈને પણ ચર્ચામાં આવી હતી. શોમાં પ્રિયંકા પતિ નિકને રોસ્ટ કરતી જાવા મળી હતી. આ શોમાં પ્રિયંકાએ આ શોમાં પતિની મજાક ઉડાવવાની સાથે-સાથે ફેમિલી પ્લાનિંગ વિશે પણ એવો જાક કહ્યો હતો કે, નિક ચોંકી ગયો હતો. પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, નિકના બંને મોટાભાઈઓને બાળકો છે, કેવિન જાનસને બે દીકરીઓ છે જ્યારે જાને પણ દીકરી છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, તેઓ એક માત્ર એવું કપલ છે જેમને બાળકો નથી. ‘અમે એક માત્ર એવુ કપલ છીએ જેમને બાળકો નથી. તેથી જ આ જાહેરાત કરવા મટે હું ઉત્સાહિત છું. હું અને નિક પ્લાનિંગ કરી રહ્યા છીએ કે આટલું કહીને થોડીવાર થોભી થઈ પ્રિયંકાએ ઉમેર્યું હતું કે ‘આજે રાતે દારૂ પીશું અને કાલે ઊંઘીશું’. પ્રિયંકાની આ મજાકથી દર્શકો હસવા લાગ્યા હતા પરંતુ નિક એક ક્ષણ માટે ચોંકી ગયો હતો.