અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણીની સાથે સાથે તારીખ ૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન મા બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય થીમ સાથે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ ખાતે તા ૧૯ ના રોજ જિલ્લા કક્ષાના પુરુષ નસબંધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરથી પુરુષ નસબંધીના સર્જન ડો. બોરીયાએ સેવા આપી હતી જિલ્લા કક્ષાના આ કેમ્પમાં કુલ ત્રણ પુરુષ નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે અડજો કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.