ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન સ્વ. ઉકાભાઈ ચુડાસમાની ૧૦મી વાર્ષિક પુણ્યતિથિ તેમજ સ્વ. રંભુબેન અને લાડુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર દ્વારા એક ભવ્ય ‘સેવા યજ્ઞ’ અને આરોગ્ય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય તા. ૧૮/૧૨/૨૫ ને ગુરુવારના રોજ પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં યોજાશે. આ સમગ્ર આયોજન પત્રકાર જાદવભાઈ ઉકાભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત ત્રણ મુખ્ય સેવા કાર્યો યોજાશે. ૧૧૭મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ, રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે. સાથે હાડવૈદ અને જનરલ ચેકઅપ નિદાન કેમ્પમાં હમીરભાઈ (પ્રાચી), રવિરાજભાઈ, ભુપતભાઈ તાલાળા અને ડા. રોહિતભાઈ પટેલ (સાવલિયા, પ્રાચી) જેવા અનુભવી વૈદો અને ડોક્ટરો માર્ગદર્શન આપશે. આ સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે આંખના દર્દીઓએ સમયસર નોંધણી કરાવવા માટે પત્રકાર જાદવભાઈ ચુડાસમા (મો. ૯૯૭૮૫ ૨૩૧૮૨)નો સંપર્ક કરવો.









































