ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચીમાં સુત્રાપાડા પોલીસ દ્વારા આવનારા દિવાળી તહેવારના અનુસંધાને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વેપારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પેટ્રોલિંગમાં સુત્રાપાડા ઇન્ચાર્જ પીઆઈ આર.એસ. લોહ, પ્રાચી આઉટ પોસ્ટ ઇન્ચાર્જ એ.એસ.આઈ જી.એમ. વાઢેર, રોહિતસિંહ ચાવડા તેમજ સાથી પોલીસ સ્ટાફ જોડાયો હતો.