અમરેલીના મોટા માંડવડા ગામના પ્રફુલભાઈ સેંજલિયાને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે તેમના યોગદાન બદલ ‘પ્રથમ કૃષિ ઋષિ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. તેઓ ગાય આધારિત કૃષિના પ્રચારક છે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત રહે છે. આ સન્માન સમારોહ આજરોજ બુધવારે મોટા માંડવડા ખાતે યોજાશે, જ્યાં વિવિધ ખેડૂત સંગઠનો, મહિલા મંડળો અને ગ્રામજનો તેમને ૭૨મી વર્ષગાંઠ નિમિત્તે સન્માનિત કરશે. આ માહિતી બગસરા વિશ્વ વાત્સલ્ય સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું છે.