પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં ગુરુવારે લંડન પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. લોકો પહેલેથી જ ઉત્સાહથી ભરેલા, હાથમાં ત્રિરંગો પકડીને, પીએમ મોદીના આગમનની રાહ જાઈ રહ્યા હતા. લોકો વડાપ્રધાન મોદીને જાઈને અભિભૂત થઈ ગયા હતા. પીએમ મોદીને જાયા પછી ભારતીયોના ચહેરા ચમકી ગયા. પ્રધાનમંત્રીએ તેમના દેશના લોકો દ્વારા કરવામાં આવેલા આ ઉત્સાહી સ્વાગત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભારતની પ્રગતિ પ્રત્યેના તેમના પ્રેમ અને સમર્પણને “ખરેખર હૃદયસ્પર્શી” ગણાવ્યું.
મોદીએ એકસ પર તેમના સ્વાગતની તસવીરો પોસ્ટ કરી છે. આમાં, તેમણે લખ્યું, “યુકેમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગતથી હું અભિભૂત છું. ભારતની પ્રગતિ પ્રત્યેનો તેમનો સ્નેહ અને જુસ્સો ખરેખર પ્રેરણાદાયક છે.” પ્રધાનમંત્રીને મળ્યા પછી, ડાયસ્પોરા સમુદાયના સભ્યોએ ખુશી અને આદર વ્યક્ત કર્યો અને આ ક્ષણને અવિસ્મરણીય અને ભાવનાત્મક રીતે ભારે ગણાવી.
ડાયસ્પોરાના સભ્ય ગેહના ગૌતમે પ્રધાનમંત્રીને નજીકથી જાઈને પોતાની ખુશી શેર કરી. તેમણે કહ્યું, “હું હમણાં જ પ્રધાનમંત્રીને મળ્યો. તેઓ અમારી પાસેથી પસાર થયા. તે એક અવિશ્વસનીય ક્ષણ હતી. મેં તેમની સાથે હાથ મિલાવ્યા. તેઓ ખૂબ જ ઉર્જાવાન છે. તે એક અદ્ભુત અનુભવ હતો. અહીંના લોકોનો ઉત્સાહ અને ઉર્જા એક અલગ જ સ્તરે છે.” તેવી જ રીતે, સંજયે કહ્યું, “પ્રધાનમંત્રી મોદીને મળવાનો ખૂબ આનંદ થયો. તેઓ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય માટે આવ્યા છે. અમે તેમને અને ભારતને શુભકામનાઓ આપીએ છીએ. તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.” ભવ્યે પ્રધાનમંત્રી સાથેની તેમની ટૂંકી મુલાકાતને અવિસ્મરણીય ગણાવી.
“પ્રધાનમંત્રીએ મારી સાથે હાથ મિલાવ્યા અને મને આશીર્વાદ આપ્યા. તે અત્યાર સુધીની શ્રેષ્ઠ લાગણી હતી.એનઆરઆઇ સભ્ય શિવાનીએ પણ આ મુલાકાતના ભાવનાત્મક પ્રભાવ પર વાત કરી. “અમે બે વાર હાથ મિલાવ્યા અને તેમણે મારા માથા પર આશીર્વાદ પણ આપ્યા. તેમને મળવાનો મારા માટે લહાવો હતો. અમે ખૂબ જ ધન્ય છીએ કે તેઓ અહીં આવ્યા. આજે આપણે બધા ખૂબ જ ખુશ છીએ.”
મોદીને મળવા ખાસ આવેલા શ્રેયા પારીક, તેમના નેતૃત્વ અને તાજેતરના પગલાંની પ્રશંસા કરી. “હું અહીં પીએમ મોદીને મળવા આવી છું. મને ખુશી છે કે મને આ તક મળી.” “ઓપરેશન સિંદૂર અને ભારત માટે તેઓ જે કંઈ કરી રહ્યા છે તેના માટે હું તેમને અભિનંદન આપવા માંગુ છું.” લંડનમાં ભારતીય ડાયસ્પોરાએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે તેમની યુકે મુલાકાતનો એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં બુધવારે યુનાઇટેડ કિંગડમ પહોંચ્યા હતા. આ મુલાકાતમાં, બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી બે દિવસની યુકે મુલાકાત માટે લંડન પહોંચ્યા હતા.