અમરાવતી એ એવી ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં ૫૮,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના ‘સ્વપ્ન પ્રોજેક્ટ’, ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીનું બાંધકામ ફરી શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ ૯૪ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં રાજધાની શહેરની સંસ્થાઓ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલ્વે અપગ્રેડેશન અને સંરક્ષણ સંબંધિત સ્થાપનોનો સમાવેશ થાય છે. અમરાવતીના બાંધકામને ફરી શરૂ કરવાના ભાગ રૂપે, પ્રધાનમંત્રીએ ૪૯,૦૦૦ કરોડ રૂપિયાના ૭૪ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો, જેમાં વિધાનસભા, સચિવાલય અને હાઈકોર્ટની ઇમારતો અને ન્યાયિક રહેણાંક ક્વાર્ટર્સ તેમજ ૫,૨૦૦ પરિવારો માટે રહેઠાણની ઇમારતોનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ ગ્રીનફિલ્ડ રાજધાની શહેરમાં ૩૨૦ કિમી લાંબુ વિશ્વ કક્ષાનું પરિવહન નેટવર્ક ધરાવતા માળખાગત સુવિધાઓ અને પૂર નિવારણ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો, જેમાં ભૂગર્ભ ઉપયોગિતાઓ અને અદ્યતન પૂર વ્યવસ્થાપન પ્રણાલીઓ શામેલ છે. લેન્ડ પૂલિંગ સ્કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સમાં ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીમાં સેન્ટ્રલ મીડિયન, સાયકલ ટ્રેક અને સંકલિત ઉપયોગિતાઓથી સજ્જ ૧,૨૮૧ કિમીના રસ્તાઓનો સમાવેશ થશે.
આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું- ‘આજે જ્યારે હું અમરાવતીની ભૂમિ પર ઉભો છું, ત્યારે હું આને ફક્ત એક શહેર તરીકે જ નહીં પરંતુ એક સ્વપ્ન સાકાર થવાના રૂપમાં જાઉં છું.’ એક નવી અમરાવતી અને એક નવું આંધ્ર, અમરાવતી એ એવી ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે… આજે, અહીં લગભગ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે… આ પ્રોજેક્ટ ફક્ત એક કોંક્રિટ બાંધકામ નથી પણ આંધ્ર પ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓનો મજબૂત પાયો પણ છે.
તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ ૫,૦૨૮ કરોડ રૂપિયાના નવ કેન્દ્રીય પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો, જેમાં કૃષ્ણા જિલ્લાના નાગાયલંકા ખાતે ડીઆરડીઓનું મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર (રૂ. ૧,૪૫૯ કરોડ), વિઝાગ ખાતે યુનિટી મોલ (રૂ. ૧૦૦ કરોડ), ગુંટકલ – મલ્લપ્પા ગેટ રેલ ઓવરબ્રિજ (રૂ. ૨૯૩ કરોડ) અને છ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્‌સ (રૂ. ૩,૧૭૬ કરોડ)નો સમાવેશ થાય છે. આ મિસાઇલ પરીક્ષણ કેન્દ્રમાં લોન્ચ સેન્ટર, ટેકનિકલ સાધનોની સુવિધાઓ, સ્વદેશી રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો-ઓપટીકલ સિસ્ટમ્સનો સમાવેશ થશે, જે દેશની સંરક્ષણ તૈયારીઓને વધારશે. વિશાખાપટ્ટનમના મધુરવાડા ખાતે પીએમ એકતા મોલ અથવા યુનિટી મોલની કલ્પના રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવા, ‘એક જિલ્લો એક ઉત્પાદન’ પહેલને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા, ગ્રામીણ કારીગરોને સશક્ત બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોની બજારમાં હાજરી વધારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.
તેમણે જે છ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિવિધ ભાગોને પહોળા કરવા, એલિવેટેડ કોરિડોરનું નિર્માણ, હાફ ક્લોવર લીફ અને રોડ ઓવર બ્રિજનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્‌સ કનેÂક્ટવિટી, આંતરરાજ્ય મુસાફરીમાં વધારો કરશે, ભીડ ઘટાડશે અને એકંદર લોજિÂસ્ટક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે.તેવી જ રીતે, ગુંટકલ પશ્ચિમ અને મલ્લપ્પા ગેટ સ્ટેશનો વચ્ચે રેલ ઓવર રેલના નિર્માણનો હેતુ માલગાડીઓને બાયપાસ કરવાનો અને ગુંટકલ જંકશન પર ભીડ ઘટાડવાનો છે. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ ૨૫૪ કરોડ રૂપિયાના ત્રણ રેલ્વે પ્રોજેક્ટ રાષ્ટÙને સમર્પિત કર્યા, જેમાં ડબલિંગ અને ટ્રિપલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પીએમ મોદીએ ૩,૮૬૦ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.
આ કાર્યક્રમ શરૂ કરતી વખતે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું, ‘આપણા યુવાનોને બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદ જવાની જરૂર રહેશે નહીં. ટૂંક સમયમાં આંધ્રપ્રદેશ બધા લોકો માટે નોકરીઓનું સર્જન કરશે અને દેશ અને દુનિયાભરમાંથી પ્રતિભાઓને આકર્ષિત કરશે.ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું, ‘પહલગામ આતંકવાદી હુમલો સમગ્ર દેશ માટે સૌથી કાળા દિવસોમાંનો એક રહ્યો છે… અમે પીડિતોનું દુઃખ વ્યક્તિગત રીતે જાયું છે.’ પ્રધાનમંત્રી મોદી આ મુશ્કેલ સમયમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમણે તમામ નાગરિકોને આતંકવાદના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. મને ખબર છે કે આ ખૂબ જ સંવેદનશીલ સમય છે… આ અત્યંત મુશ્કેલ સમયમાં પણ, મોદીજી સમય કાઢીને આજે અમરાવતી આવ્યા. આ આંધ્રપ્રદેશના લોકો પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.