અમરેલી તાલુકાના પ્રતાપપરા ગામના રહેવાસી હસમુખભાઈ છગનભાઈ કાથરોટીયાના સુપુત્ર ચિ. વિશાલ અને વીરપુર ગઢિયાના વતની રમેશભાઈ કોઠીયાની સુપુત્રી ચિ. પાયલના લગ્ન ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વીરપુર ગામે અત્યંત ધામધૂમથી સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્ન પ્રસંગમાં અનેક  સામાજિક અગ્રણીઓએ હાજરી આપી નવદંપતીને શુભાશિષ પાઠવ્યા હતા. મહેમાનોમાં ખાસ કરીને મોટા ભંડારીયાના ખેડૂત અગ્રણી અને ઉપસરપંચ જયસુખભાઈ કસવાલા તેમજ સુરતથી પધારેલા રામેશ્વર સી.એન.સી. કટીંગ પ્રા.લિ.ના માલિક પિયુષભાઈ કાથરોટીયાએ ઉપસ્થિત રહ્યાં હતા.