મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં ૧૭ વર્ષ પછી ચુકાદો આવ્યો છે. તેમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત ૭ આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસનો ચુકાદો મુંબઈની સ્પેશિયલ એનઆઇએ કોર્ટે આપ્યો છે. માલેગાંવ વિસ્ફોટમાં ૬ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. જાકે, તેમને જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ તેમણે હંમેશા વિસ્ફોટમાં સામેલ હોવાના આરોપોને નકારી કાઢ્યા છે.
પ્રજ્ઞા સિંહ ઠાકુરને સામાન્ય રીતે સાધ્વી પ્રજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના ભૂતપૂર્વ સાંસદ છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે બાળપણથી જ પોતાના વાળ ટૂંકા રાખ્યા છે. સાધ્વી પ્રજ્ઞા કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સક્રિય સભ્ય હતી. કોલેજ પછી તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સહયોગી સંગઠનોમાં જાડાઈ.
આ ઉપરાંત પ્રજ્ઞા સિંહ ઠાકુર પર ૨૦૦૮ માં માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં સામેલ હોવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં તેમની ધરપકડ પણ કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિસ્ફોટ કરનાર તે બાઇક પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી. આ માટે પોલીસે આતંકવાદના આરોપસર તેમની ધરપકડ કરી હતી. કોર્ટે સ્વાસ્થ્ય કારણોસર તેમના જામીન મંજૂર કર્યા હતા.
આ ઉપરાંત તેમના પર આરએસએસ પ્રચારક સુનીલ જાશીની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. સુનીલ જાશીની હત્યા ૨૯ ડિસેમ્બર ૨૦૦૭ ના રોજ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે, સાધ્વી પ્રજ્ઞા સહિત ૭ લોકો પર હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જાકે, ફેબ્રુઆરી ૨૦૧૭ માં કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
સાધ્વી પ્રજ્ઞાને ૨૦૦૮ માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના માટે તેમણે લખનૌના ડા. રામ મનોહર લોહિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં સારવાર લીધી હતી. આ સંસ્થાના કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન ડા. એસ.એસ. રાજપૂતે જણાવ્યું હતું કે ૨૦૦૮ માં પ્રજ્ઞા ઠાકુરે તેમના કેન્સરની સારવાર માટે માસ્ટેક્ટોમી કરાવી હતી. સ્તન કેન્સરના ઈલાજ માટે તેમના બે ઓપરેશન થયા હતા. આ સાથે ડા. એસ.એસ. રાજપૂતે ગૌમૂત્ર અને પંચગવ્ય કેન્સર મટાડે છે તેવા નિવેદનની ટીકા કરી હતી.