ગુજરાત રાજ્યમાંમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતિ સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. છતાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓએ જાણે કે ના સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વિભાગને લાંછન લાગે તેવું કામ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે,બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ ૨૫ હજારની લાંચ લેતા ઝડપાયો છે. અરવિંદ આલ નામના પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ફરિયાદીનું મકાન ન તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ આપવા માટે લાંચ માંગી હતી. જે બાદ બનાસકાંઠા છઝ્રમ્એ છટકું ગોઠવતા આરોપી ઝડપાયો છે.
જોકે મહત્વની બાબત તો એ છે કે એક તરફ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ગૃહમંત્રી દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ આવા લાંચિયા પોલીસ કર્મીઓ રૂપિયાની લાલચમાં ક્યાંકને ક્યાંક અસામાજિક તત્વોને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.