અમરેલી જિલ્લાને રેલવેથી જોડતો મુખ્ય ટ્રેક જેતલસર-ઢસાને મીટરગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવતા ચૂંટણી સમયે અનેક નવી ટ્રેનો અને સુવિધાઓ અપાવવાના વચનો આપ્યા હતા. આ તમામ વચનો ચૂંટણી પછી જાણે ભૂલાઈ ગયા હોય તેવું જોવા મળે છે. હાલમાં એક પણ નવી ટ્રેન શરુ કરાઈ નથી પરંતુ ભૂતકાળમાં જે ટ્રેનો શરુ હતી તેની સુવિધા ઘટી રહી છે. અમરેલી જિલ્લામાં વડીયા, કુંકાવાવ, ચિતલ, લાઠીમાંથી પસાર થતી પોરબંદર ભાવનગર-પોરબંદર ટ્રેન અમરેલી જિલ્લાના લોકો માટે ખુબ મહત્વની છે અને પૂરતો ટ્રાફિક પણ તેમાં મળી રહે છે. આ ટ્રેન શરુ થઇ ત્યારે તેમાં ૧૧ અગિયાર ડબ્બા સાથે બ્રોડગેજ લાઈનમાં શરુ કરાઈ હતી. હાલ આ ટ્રેનના ડબ્બા ઘટાડીને ૭ આસપાસ કરવામાં આવ્યા છે. આ બાબતે ટ્રેનમાં ફરી વધુ ડબ્બા શરુ કરવામાં આવે તેવી લોકોની માગણી છે.