શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગ, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર જિલ્લાના સાંસદ ડા.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને તાજાવાલ હોલ, પોરબંદર ખાતે પોરબંદર શહેરી કક્ષાનો સેવાસેતુ, મેડિકલ કેમ્પ અને ઇ-ખાતમુહૂર્ત -લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પોરબંદર મહાનગરપાલિકાના રૂ.૧૧.૯૬ કરોડના ૧૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાઓના સહાય હુકમ અને કીટ વિતરણ અને સેવાભાવી સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ નાયબ મ્યુ. કમિશનર મનન ચતુર્વેદીએ કરી હતી. ત્યારબાદ નટવરસિંહ ક્લબ પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” અંતર્ગત
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.