અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એમડી ડ્રગ્સ અનેક વાર પકડાયું છે

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડર્ના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાકાંઠા પાસેથી ૩૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સની કિંમત ૧૮૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડના જહાજને જાઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને આઇએમબીએલ પાર કરીને ભાગી છૂટ્યા હતા. જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત એટીએસની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી દરમિયાન ૩૦૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં આઇસીજીએ પોતાના જહાજા અને વિમાનોને તૈનાત કર્યા હતા.
આ અંગે કોસ્ટ ગાર્ડે એક પર માહિતી આપતા જણાવ્યું છે કે, “૧૨-૧૩ એપ્રિલ ૨૫ની રાત્રે ગુજરાત એટીએસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ઇન્ડિયા કોસ્ટગાર્ડે ગુજરાત દરિયાકાંઠે આઇએમબીએલ પાસેથી ૧૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૩૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. આઇસીજી જહાજને જાતાં જ, દાણચોરોએ પ્રતિબંધિત માલ છોડી દીધો અને આઇએમબીએલ પાર ભાગી ગયા. દરિયામાં માલ મળી આવ્યો અને વધુ તપાસ માટે એટીએસને સોંપવામાં આવ્યો છે. ડ્રગ દાણચોરી સામે મજબૂત આંતર-એજન્સી સિનર્જીનો પુરાવો છે.”
આ પહેલા જાન્યુઆરીમાં પણ ગુજરાત એટીએસને ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી. ખંભાતના સોખડા જીઆઇડીસીમાં આવેલી ગ્રીનલાઈફ કંપનીમાં એટીએસ અને એસઓજીએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગ્રીન લાઇફ કંપની દવા બનાવવાનું કામ કરે છે. એટીએસ અને એસઓજીની ટીમને સુત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઇ હતી કે, આ કંપની પાસે મોટી માત્રામાં ડ્રગ્સ સહિતનો સામાન છે. જેને લઇને એટીએસ અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આ ફાર્મા કંપનીમાં તપાસ ચાલી રહી છે. એટીએસની ટીમે સર્ચ ઓપરેશન દરમ્યાન કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કાર્યરત તમામ કર્મચારીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનમાં કંપનીના તમામ રેકોર્ડઝ અને દસ્તાવેજાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત કંપનીના માલિકોને એટાએસએ ઝડપી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે. ગ્રીન લાઈફ કંપનીનાં માલિકો મૂળ અમદાવાદનાં હોવાની વિગતો પણ સામે આવી હતી
દેશનો દરિયા કિનારો ૭૫૧૭ કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે ૧૬૪૦ કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર ૧૪૪થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એમડી ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે.