ઓડિશાના પુરીમાં ત્રણ અજાણ્યા બદમાશો દ્વારા આગ લગાવવામાં આવેલી છોકરીનું દિલ્હી એમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે એક પખવાડિયા પહેલા કથિત રીતે આગ લગાવવામાં આવેલી ૧૫ વર્ષની છોકરીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ૧૯ જુલાઈની સવારે પુરી જિલ્લામાં ભાર્ગવી નદીના કિનારે ત્રણ અજાણ્યા માણસો દ્વારા છોકરીનું અપહરણ કરીને આગ લગાવી દેવામાં આવી હોવાનો આરોપ છે.પીડિતાની માતાએ બાલંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઇઆરમાં જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે સગીરા એક મિત્રને મળ્યા પછી ઘરે જઈ રહી હતી. ત્રણ માણસોએ તેને રોકીને તેનું અપહરણ કર્યું અને તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગ લગાવી દીધી. તેણી ૭૦ ટકાથી વધુ બળી ગઈ હતી. ૧૯ જુલાઈના રોજ તેણીને પહેલા પીપિલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવી હતી. બાદમાં તે જ દિવસે તેણીને ભુવનેશ્વરના એમ્સ લઈ જવામાં આવી હતી અને બીજા દિવસે એરલિફ્ટ કરીને દિલ્હીના એમ્સ લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીની ઓછામાં ઓછી બે ‘સર્જરી’ અને ‘ત્વચા કલમ’ કરવામાં આવી હતી.
ઓડિશા પોલીસે શુક્રવારે દિલ્હી એમ્સ ખાતે મેજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં, માઝીએ કહ્યું, “બલંગા વિસ્તારની છોકરીના મૃત્યુ વિશે સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. સરકારના તમામ પ્રયાસો અને દિલ્હી સ્થિત એમ્સની નિષ્ણાત તબીબી ટીમના ચોવીસ કલાક પ્રયાસો છતાં, તેનો જીવ બચાવી શકાયો નહીં. હું છોકરીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તેના પરિવારને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે.”
ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કે.વી.સિંહ દેવ અને પી.પરિદાએ પણ છોકરીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. બીજુ જનતા દળના પ્રમુખ અને વિપક્ષના નેતા નવીન પટનાયકે સગીર છોકરીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃત છોકરીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યસભાના સભ્ય સસ્મિત પાત્રાના નેતૃત્વમાં બીજેડી સાંસદોના એક પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે તેઓ દિલ્હી સ્થિત એમ્સ જઈ રહ્યા છે. ઓડિશા પોલીસે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને દાવો કર્યો કે છોકરીને સળગાવી દેવાની ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પોલીસે દાવો કર્યો હતો કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી નથી અને દરેકને આ બાબતે કોઈ સનસનાટીભર્યા નિવેદનો ન આપવા વિનંતી કરી હતી.
એકસ પર એક પોસ્ટમાં, ઓડિશા પોલીસે કહ્યું, “બાલંગા ઘટનામાં પીડિત છોકરીના મૃત્યુના સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે ખૂબ જ ઇમાનદારીથી તપાસ હાથ ધરી છે. તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી થયેલી તપાસ મુજબ, એ સ્પષ્ટ છે કે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી નથી. તેથી, અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ દુઃખદ ક્ષણ દરમિયાન આ બાબતમાં કોઈ સંવેદનશીલ ટિપ્પણી ન કરો.” જાકે, પોલીસે છોકરીને કેવી રીતે આગ લાગી તે જણાવ્યું નથી. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભક્ત ચરણ દાસે પણ શોક વ્યક્ત કર્યો અને સાત દિવસમાં છોકરીને આગ લગાડવામાં સામેલ ત્રણ ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી. “જા સાત દિવસમાં ગુનેગારો પકડાશે નહીં, તો અમે ડીજીપી ઓફિસનો ઘેરાવ કરીશું,