રાજુલાના પીપાવાવ પોર્ટ પાસે મીઠાના અગરીયાઓ દ્વારા મીઠુ પકવવામાં આવતું હોય ત્યાં સામે ભેરાઈ વીડી વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાથી છાશવારે સિંહો આ વિસ્તારમાં ધસી આવે છે. રાજુલામાં ભારે વરસાદ પડ્યો હોવાથી અગરીયામાં પાણી આવી જતા સિંહ પણ આ દરિયાઈ પાણીમાં આંટાફેરા કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ અંગે પાલીતાણા રેન્જના ડીસીએફે જણાવ્યું હતું કે સિંહ દરિયાઈ ખાડીમાં ફસાયેલો હોવાની વાત તદ્દન ખોટી છે. સિંહ દરિયાઈ ખાડીમાં આંટાફેરા કર્યા બાદ થોડા સમયમાં જ ત્યાંથી નીકળી જાય છે.