વિશ્વવિખ્યાત પીપાવાવ પોર્ટ જેમના નામ પરથી ઓળખાય છે એવા પૂજ્ય પીપા ભગતના ધામ અને ભગવાન રણછોડરાયના સાનિધ્યમાં ભાજપ દ્વારા પીપાવાવ મુકામે “મન કી બાત” અને “ટિફિન મીટિંગ” કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત નિયંત્રિત યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલે પીપાવાવની પવિત્ર ભૂમિ પરથી આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના શ્રી ગણેશ કર્યા અને કાર્યકર્તાઓને સજ્જ રહી કાર્યમાં લાગી જવા આહ્‌વાન કર્યું. સાથે જ સરકારની યોજનાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી દરેક ઘેર-ઘેર પહોંચે તે માટે આગામી દિવસોમાં સચોટ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પુરોહિત, વનરાજભાઈ વરુ શહેર પ્રમુખ, ધીરજભાઈ નકુમ તાલુકા ભાજપ પ્રમુખ, સાગરભાઇ સરવૈયા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ, વિક્રમભાઈ શિયાળ જિલ્લા પંચાયત સદસ્ય, પ્રતાપભાઈ બેપારીયા, કનુભાઈ ધાખડા વાવેરા, મંગલુભાઈ ધાખડા સરપંચ ભાક્ષી, અનબભાઈ ધાખડા સરપંચ વાવડી, મુકેશભાઈ ગુજરીયા મહામંત્રી, કનુભાઈ કામળિયા બર્બટાણા સરપંચ, કિશોરભાઈ રેણુકા, હેમલભાઈ વસોયા ચેરમેન નગરપાલિકા, કનુભાઈ ધાખડા નગરપાલિકા સદસ્ય વગેરે બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.